લક્ષ્મણરેખા
મારા ઘરનો ઉંબરો
ઘરની મર્યાદા પ્રતિષ્ઠતાનું પ્રતિક
આ મારાં ઘરનો ઉંબરો ..
મમ્મી કહેતી-
સુખ, શાંતિ, વૈભવ લાવે
જો પૂજીએ રોજ આ ઉંબરો
કેટલાયના પગ નીચે કચડાયો હશે!
તોય સૌને પ્રેમથી આવકારે આ ઉંબરો!
બાળકની પગલીથી પુલકિત થતો,
ને ક્યારેક શોકમગ્ન હૈયે વિદાય દેતો ઉંબરો!
પપ્પા જેવો,
અક્કડ, સજ્જડ, કડક થઈ ફરજ બજાવતો
આબરૂનો રક્ષણહાર મારો આ ઉંબરો!
હમણાં હમણાં
અમને રોકતો રહે છે આ ઉંબરો.
આ અચાનક કોણ જાણે કેમ?
લક્ષ્મણરેખા બની ગયો મારો આ ઉંબરો!
– પ્રજ્ઞા દાદભાવાળા
બહેનશ્રી પ્રજ્ઞા દાદભાવાળા ના કાવ્ય “લક્ષ્મણરેખા” નો આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટ
ઘર એટલે પોતાપણું, એટલે કે જેમાં “હું”, ‘હું પદ” છોડીને, મારી જાત સાથે રહી શકું, એટલું જ નહીં, પણ ઘરનાં અન્ય સભ્યોની અંદર વસેલાં એમનાં પોતપણાંને પોતાની જાત સાથે રહેવાની મોકળાશ પણ ઘર એટલા જ પ્રેમથી આપે. ઘર પોતીકું તો જ લાગે જો આપણે, ઘરનો ઉંબરો વટાવીને ઘરમાં પ્રવેશીએ તેનાં પહેલાં જ, બહારની દુનિયા માટે પહેરેલાં મુખવટાં ઊતારીને ઘરની અંદર આવીએ. ઘરનાં સહુ સાથે ઘરોબો, વ્હાલ અને સહજતા જાળવવા હોય તો ચહેરા પરનાં સહુ ઓઢેલાં ચહેરા, ઘરનો ઉંબરો ઓળંગતાં પહેલાં ઉતારીને આવવું જરૂરી છે. ઘરની પ્રતિષ્ઠા ઘરમાં રહેનારાઓની સચ્ચાઈથી જીવવાની પ્રતિબદ્ધતા અને પોતાની જાત સાથેની જીવંતતાથી જળવાય છે. મોભાદાર ઘર અંતરથી સમૃદ્ધ હોય છે અને આ જ સમૃદ્ધિની મર્યાદા ઘરનો ઉંબરો જાળવે છે, ઘરનાં સભ્યોને અને આવનાર અન્ય જાણીતા-અજાણ્યાં સહુને, ઘરની આ પ્રતિષ્ઠાની યાદ અપાવીને.
દરેક ઘરમાં બા, દાદી કે નાની, હંમેશાં પહેલાંના સમયમાં આંગણાંમાં આવેલો ઉંબરો સારા પ્રસંગે પૂજતા,( હવે તો શહેરોના અજગરો આંગણું જ ગળી ગયા તો ઉંબરાની વાત ક્યાં કરવી?) કારણ એક જ હતું કે, ઘરની મર્યાદાનું અને ઘરમાં બનતાં સારા-નરસા પ્રસંગોની બંધ મુઠ્ઠી ક્યાં ખોલવી, એનું ભાન, સદા ઘરમાં રહેનારાઓના અંતરમાં રહે. બહારનું જગત પણ આ ઊંબર વળોટીને ઘરમાં આવશે પણ એમાંથી કેટલું ઘરમાં રહેવા દેવું અને કેટલું જવા દેવું એની સભાનતા પણ ઘરના દરવાજાની બારસાખ નીચે આડો પડેલો ઉંબરો જ આપે છે. એમાં ઘણાય એવાં હશે કે જે મકાનમાં આવવા માટે લાયક હોઈ શકે, પણ ઘરમાં આવવા માટે નહીં. આવા માણસોના ચરણો નીચે ઉંબરાનું સ્વમાન ઘવાય છે, પણ ઘરની આબરૂ ન જાય એનુંય જતન એણે કરવાનું છે. એને ખબર છે કે આવનારાઓની હકીકત શું છે, પણ એની પૂજા કરાયા પછીના કુમકુમથી ચિતરેલાં શબ્દો, “ભલે પધાર્યા”ની લાજ પણ રાખવા, સહુને આવકારો પણ એ એકસરખા વ્હાલથી જ આપે છે.
આ ઉંબરો કેટકેટલી જીવનની લાઈફ ચેન્જિંગ ઘટનાઓનો સાક્ષી બન્યો છે? નવપરિણીત યુગલનાં સપ્તપદીનાં સાતેય વચન નિભાવવાના કોડનું પ્રવેશદ્વાર બન્યો છે આ ઉંબરો. બાળકનો જન્મની ખુશીઓ મનાવવા શિશુસુલભ કિલકિલાટથી ગાજ્યો છે આ ઉંબરો. ઘરનું કોઈ પોતાનું વિદાય લે ત્યારે છાનાં ડૂસકાં ભરીને રડતો ઊંબરો, ઘરમાં છવાયેલી ઉદાસીના વાતવરણની ચાડી ખાય છે. ઘરના વડીલે કે પિતાએ એક Stern- સખત ને આકરૂં- વલણ અપનાવીને ઘરની બહાર કોઈ કારણોસર જવા માટે ના પાડી હોય અને છતાં જઈએ તો ઘરનું પ્રવેશદ્વાર ઓળંગતાં આ ઉંબરો ક્ષોભ કરાવે છે. આ ક્ષોભ આજ્ઞાનું પાલન કરવા માટેનું ‘રીમાઈન્ડર’ છે. ક્યાં જવું, ક્યાં ન જવું અને કોણ ક્યાં ગયું ને કોણ ક્યાં જાય છે એ બધાંના ઉંબરાનાં વહીખાતામાં હિસાબ લખેલા છે અને આથી જ વિવેકની લક્ષ્મણરેખા બનીને ઉંબરો આપણું સંરક્ષણ કરે છે. જેને લીધે આપણે આપણાં ઘરમાં સુરક્ષિત રહીએ, પણ, એનો અર્થ એ નથી કે સિમીત રહીએ. બહારના વિશ્વની અમાપ સંભાવનાઓના અનંત આકાશનો ઉઘાડ પણ આ ઉંબરો કરી આપે છે -Sky is a limit-નું પ્રવેશદ્વાર પણ આ ઊંબર થકી જ ખૂલે છે.
જીવનમાં આજે આપણે સહુ એક એવા દોરમાંથી પસાર થઈ રહ્યાં છીએ કે કોરોનાના કાળમાં આ ઉંબરો ઓળંગતાં પહેલાં અનેકવાર વિચાર કરવો પડે છે અને આજે તો દરેક ઘરમાં, પછી એ ઘર ઉંબરાવાળું હોય કે ઉંબરા વગરનું, એક લક્ષ્મણરેખા દોરાયેલી જ છે, એ કેમ ભૂલી જવાય?
અનેક સફળતા અને નિષ્ફળતાઓને નિર્મોહી બનીને, સુખ અને દુઃખને સ્વીકારી લેવાની ઈશાવાસ્યવૃત્તિથી જ નિર્લેપ રહી શકાય છે જેની શીખ આ ઉંબરો આપે છે. સાચા અર્થમાં મર્યાદાપુરુષોત્તમપણાનું પ્રતીક આ ઉંબરો છે.
નિદા ફાઝલીનો શેર અનાયસે યાદ આવે છેઃ
“બાંધ રખા હૈ કીસી સોચ ને ઘર સે હમ કો,
વર્ના યે ઘર કી દરો દિવારોમેં રખા ક્યા હૈ!”
બહેનશ્રી પ્રજ્ઞાબેનને આ સુંદર કાવ્ય બદલ ખૂબ અભિનંદન
સરસ રચના.
LikeLike
સુ શ્રી પ્રજ્ઞાજીની સુંદર રચના
આબરૂનો રક્ષણહાર મારો આ ઉંબરો!
હમણાં હમણાં
અમને રોકતો રહે છે આ ઉંબરો.
આ અચાનક કોણ જાણે કેમ?
લક્ષ્મણરેખા બની ગયો મારો આ ઉંબરો!
વાહ
અને સુ શ્રી જયશ્રી વિનુ મરચંટનો સ રસ આસ્વાદ
અનેક સફળતા અને નિષ્ફળતાઓને નિર્મોહી બનીને, સુખ અને દુઃખને સ્વીકારી લેવાની ઈશાવાસ્યવૃત્તિથી જ નિર્લેપ રહી શકાય છે જેની શીખ આ ઉંબરો આપે છે. સાચા અર્થમાં મર્યાદાપુરુષોત્તમપણાનું પ્રતીક આ ઉંબરો છે પ્રેરણાદાયી વાત…કાશ આપણે પણ એવા થઇએ..
યાદ આવે
“યહાં કોઈ આયા ભી હૈ, ઠહર ભી હૈ, ક્યુંકી દહેલીજ પે ઉજાલા બહોત હે. ” કોઈ હતું, કોઈ છે અને કોઈ આવનાર પણ છે. આતો ગંગધારા છે.અહીં શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ચેતનાઓ પ્રગટ થતી રહે છે, વિલિન થતી રહે છે અને સૂક્ષ્મ રીતે ઉપસ્થિત પણ રહે છે. આવા બુદ્ધ પુરુષ આપણને મળે તો આપણે એને ઓળખી પણ નથી શકતા., !
LikeLike
પ્રજ્ઞાબેન, સચોટ અને સુંદર કવિતા. બહુ ગમી.
Punch line ‘કેટલાયના પગ નીચે કચડાયો હશે!
તોય સૌને પ્રેમથી આવકારે આ ઉંબરો!’ અને સન્જોગોએ જેને તમારી છેલ્લી પંક્તિ પ્રમાણે લાચાર લક્ષણ રેખા બનાવી દીધો, એ ઉંબરો, ‘આ અચાનક કોણ જાણે કેમ?
લક્ષ્મણરેખા બની ગયો મારો આ ઉંબરો!’, સરસ.
LikeLike
HAMARO NOKAR DADA NA POCKET MA THI RS 20.00 NI NOTE LIDHI HASHE , TENA KHISA MA MUKVA JATA PADI GAI, DADA E JOI, PACHI PUCHU KAYA THI LAVYO. TE VAKHTE DADA E POCKET MAGAVY ANE POCKET CHECK KARYU TO TEMNA PAISA HATA TEMNE FARI THI PUSHYU TO KAHE BAJU VALA BENE PAGAR APYO CHE. DADAE BAJU VALA BEN NE BOLVYA TAMOE RAVJI NE PAGAR APYO CHE. BEN BOLYA NA. DADA E KHYU HAMNA J BANK MATHI RS40. LAVYO CHU. EK RS20 NOTE NATHI. SACHU BOLE NAHITER POLICE BOLAVU CHU. RAVJI E KHYU ME LADHI CHE, DADA E TENE DHAKKO MARYO ANE KHYU MARE UMBRE PAG MUKYO CHE TO TARO TANTIO BHAGI NAKHI CH. RAVJI NU UMBRA PRAVESH BANDH THYO. AVI RITE UMBRO JUNA JAMANA MA KAM KARTO, DIWALI MA UMBRO DHOI SATHIA KARTA,
LikeLike
આભાર જયશ્રીબેન મને જે લાગણી થઇ છે તેને યથાતથ આસ્વાદમાં દર્શાવી ,કવિતાના અર્થ વધુ વિદ્વત્તાપૂર્ણ મુકી મારી કવિતાને તમે એક સ્થાન આપ્યું છે.
LikeLike
સુંદર કાવ્ય
LikeLike
વાહ…
કાવ્ય અને આસ્વાદ બન્ને સરસ…👌🏽
આદરણીય જયશ્રીબેન,
આપની કલમનું આ પાસું પણ એમની ગઝલોની જેમ, કસાયેલ કલમના કસબ જેવું છે… વંદન🙏🏽
LikeLike
‘બેઠક’ ના ઉમરાં સમાન અને પોતે ગસાઇ ને ‘બેઠક’ ને ઊજળી કરે. તેથીજ વડિલ જયક્ષી્બેન પજ્ઞાબેના ના કાવ્ય નું યોગ્ય મુલયાકંન કરી સોનામાં સુગંધ ભેળવે. બન્ને “મા” ગુજરાતી ને અમેરિકા માં વહાલ કરી સાચવવા માટે પ્રણામ .💐💕🙏
LikeLike
સુંદર શબ્દો🙏
LikeLike
નાના કાવ્યમાં ઘણું કહી દીધું…સુંદર કાવ્ય અને આસ્વાદ.
LikeLike
“અક્કડ, સજ્જડ, કડક થઈ ફરજ બજાવતો
આબરૂનો રક્ષણહાર મારો આ ઉંબરો!
હમણાં હમણાં
અમને રોકતો રહે છે આ ઉંબરો.
આ અચાનક કોણ જાણે કેમ?
લક્ષ્મણરેખા બની ગયો મારો આ ઉંબરો!”
સુંદર પ્ર્તિક. ઉંબરાને ઘરના વડિલ સાથે સરખાવી, આજના કોરોનાના કપરાં કાળમાં ઘરમાં રહેનાર સહુની રક્ષા કરવા લક્ક્ષમણ રેખાનુ પ્રતિક બનાવી સાવધાન રહેવા સૂચન કર્યું.
સરળ પણ ઊંડાણભર્યાં કાવ્ય માટે પ્રજ્ઞાબહેનને દાદ અને એટલી જ સુંદર રીતે એનો રસાસ્વાદ કરાવવા માટે જયશ્રીબહેનને ધન્યવાદ.
LikeLike