સમાપન
(આંગણાના મિત્રોને ગમગીની સાથ જણાવવાનું કે
પ્રિય જ્યોત્સ્નાબેનનું જુલાઈ ૧૧ ૨૦૨૦ રોજ શાંતિપૂર્ણ અવસાન થયું છે.)
જ્યોત્સનાબહેન અને એમનું ચાકડું.
જ્યોત્સના ભટ્ટના સિરામિકની સમજ
જ્યોત્સનાબહેનના સિરામિક્સની કેટલીક ખાસિયતો છે. મેટ ફીનીશ માટે તેઓ ખાસ જાણીતા છે. બળેલી terracotta માટીની છાયાવાળા રંગો પણ એમણે વાપર્યા છે. એમના સિરામિકની કેટલીક ખાસિયાતો તો હાથથી અડીને જાણી શકાય છે. ગ્લેજ કરેલા આર્ટીકલ્સ પણ ચમકતા નથી. એમના માટીને મળતા રંગોમાં પણ રેશનની મુલાયમતા વરતાય છે.
જ્યોત્સનાબહેન કોઈ એક ખાસ ટેકનિકના મોથાજ નથી. એ બધ્ધી પધ્ધતિઓ અજમાવે છે, ચાકડું, માત્ર હાથ અને થોડાક ઓજારો વડે, કે સ્લેબ બનાવવાનાં બીબાં, આ બધાનો ઉપયોગ કરે છે.
એમણે મોટી સાઈઝના નમૂના ઓછા બનાવ્યા છે, અને એનામાના કેટલાક નાના નાના ટુકડા જોડીને બનાવ્યા છે. એમની બિલાડીઓ અને અન્ય રમકડાં આ પધ્ધતિએ જ બનાવ્યા છે.
એમના કમળના ફૂલો કારીગીરીના ઉત્તમ નમૂના છે. ખીલેલા કમળની નાજુક પાંખડીઓ, અને એમાંની કેટલીક અંદરની હાથ જોડીને નમસ્કાર કરતી હોય એવી લાગે છે.
એમના વાસણોમાં ગોળા જેવા પવાલાં કે Bowls, જાણે લાકડામાંથી બનાવી હોય એવી રેશાવાળી ડીસો, પાઈપમાં ભરાવેલા ફૂલો વગેરે જોઈને દંગ થઈ જવાય.
એમની મસ્તીખોર બિલાડીઓ અનેક અંદાઝમાં અને મસ્તીમાં આરામ કરતી જોયા પછી ભૂલાતી નથી.
એમને ગૃહશોભા અને ગૃહઉપયોગી બન્ને પ્રકારના સિરામિક બનાવવા ગમે છે. નાના કે મોટા એના માટે પણ કોઈ ખાસ આકર્ષણ નથી.
એમના વોલહેંગર્સ અને એમની ડીસીસમાં એમની મહેનતનો અંદાજ લગાવી શકાય છે. કેટલીકવાર તે ઘેરા કે આછા રંગની હોય છે. પીસ તૈયાર કરતાં પહેલા એની કાગળ ઉપર સંપૂર્ણ ડીઝાઈન તૈયાર કરી લે છે.
એમની કમળની કળીઓ, બાંગ પુકારતા કુકડા, નાના નાના પંખીઓ, માછલીઓ, ઘૂવડ, આવી અનેક કૃતિઓ આર્ટ કલેક્ટર્સમાં હાથોહાથ વેંચાઈ જાય છે.
ફાઈનલ ટેક્ષચર અનુસાર માટીની પસંદગી જ ધ્યાન આપવું પડે છે. કયું Kiln વાપરવું, કેટલું તાપમાન કેટલા સમય સુધી રાખવું આ બધું અનુભવ માગે છે.
નાના ફૂલો માટે એ માટીને રોટલાની જેમ વણી લે છે અને પછી કુકી કટરની મદદથી અલગ અલગ ટુકડા કાપી લે છે. ત્યારબાદ હાથેથી એને મઠારી જરૂરી ફૂલ બનાવી લેવામાં આવે છે.
(જ્યોત્સના બહેનના હ્રદયપૂર્વકના આભાર સાથે એમના સિરામિકસની લેખમાળા અહીં સમાપ્ત થાય છે. – પી. કે. દાવડા)
સંપૂર્ણ લેખમાળાએ ખૂબ ઊંચી કક્ષાના કલાકારનો પરિચય કરાવ્યો. સૌનો આનંદ સાથ આભાર.
સરયૂ પરીખ
LikeLiked by 1 person
સુ શ્રી જ્યોત્સના ભટ્ટના સિરામિકની સમજની લેખમાળાથી ઘણુ નવુ જાણવા મળ્યું
હ્રદયપૂર્વકના ધન્યવાદ
LikeLiked by 1 person
ગુજરાતી કલાજગતના શાસ્ત્રમાં એક એવો અધ્યાય સમાપ્ત થયો, જેને ફરી ફરી વાંચતા, કાયમ આંખો ભીની થતી રહેશે. આદરણીય સદગત જ્યોત્સના ભટ્ટને અશ્રુભરી શ્રદ્ધાંજલિ.
LikeLike
આદરણીય સદગત જ્યોત્સનાબેનને શ્રદ્ધાંજલિ
LikeLike
God bless her soul we have lost an artist of Internation fame whose loss can not be replaced RIP
LikeLiked by 1 person