સંપાદકીય-૩ (કિશોર દેસાઈ)


સંપાદકીય-૩

રાજેન્દ્ર શાહના કાવ્યની બે પંક્તિ છેઃ

ભાઈ રે, આપણા દુઃખનું કેટલું જોર?

નાની એવી જાતક વાતનો મચવીએ નહીં શોર!”

પહેલી પંક્તિમાં કવિ જ્યાંત્યાં દુઃખોના રોદણાં રડવાની આપણી કુટેવ તરફ વાત્સલ્યભાવ સાથે ભાઈ રે ના સંબોધનથી અંગુલિનિર્દેશન કરે છે, તો બીજી પંક્તિમાં આપણાં નાનાં નાનાં દુઃખોની આપકથાઓને જગત સમક્ષ છતી કરવાની શિખામણ આપે છે. ગમે એવાં આકરાં દુઃખોની પળોમાં પણ પડી ભાંગતાં જેઓ ખમીરપૂર્વક દુઃખોનો સામનો કરે છે તેવા લોકોનાં જગતમાં ગુણગાન ગવાય છે. મનુષ્યજીવન રણસંગ્રામ જેવું છે, જંગમાં જે મરદાનગીથી લડત આપે છે અને પડેલા ગણવા બેસતો નથી તે વિજય મેળવે છે.

રામરાજ્ય હોય કે કળિયુગ, સંઘર્ષ આપણા જગતનો ક્રમ છે. અહીં એવું કોઈ નથી કે જેને આપત્તિઓ આવી હોયપછી રંક હોય કે તવંગર ઓલિયો હોય કે રાજવી. જેનું અંદરનું પોત સમૃધ્ધ છે, ભરેલું છે તે ગમે એવાં દુઃખો આવે તો પણ હલી જતો નથી. અને દુઃખો કોને નથી પડ્યાં? આપણી સમે ધ્રુવતારક બનીને ઊભાં છે એવાં નરસિંહ, મીરાં, ગાંધી, મધર ટેરેસા જેવાં કેટલાંયને કાંઈ ઓછાં કષ્ટ પડ્યાં છે? મહામાનવ તો પાછળથી થયાં. જ્યારે યાતનાઓ તેમની સામે આવીને ઊભી ત્યારે સમસમીને અંદર સોસવાઈને બેસી રહેતાં પડકાર ફેંકીને તે સૌએ જંગ ખેલ્યો. જંગમાં આગળ વધવાની વાત છેમાથે હાથ દઈ હતાશ બનીને ભૂતકાળના રોદણાં રડવાની વાત નથી. હરીન્દ્ર દવે લખ્યું છેઃઆપણે વીતેલા સમયનો ભારો ઊંચકીને ચાલતા હોઈએ છીએ. પણ કોઈક અભાન ક્ષણે ભારાની ગાંઠ છૂટી પડે છે અને બધું વેરાઈ જાય છે.”

એક વાર કારમાં રેડિયો સાંભળતો હતો. એમાં રેડિયોએનાઉન્સરે એક મજાની વાત કહેલી સ્પર્શી ગઈ. એણે કહ્યું કે આપણે લોકોની સહાનુભૂતિ મેળવવા તેમની આગળ આપણાં દુઃખો કહેવા બેસી જઈએ છીએ, પણ હકીકત છે કે ૮૦ ટકા લોકો એવાં છે કે જેઓને પોતાને એટલાળ બધાં દુઃખો છે કે તેમને તમારાં દુઃખો સાંભળવામાં કોઈ રસ નથી, બાકીના વીસ ટકા લોકો એવાં સમૃધ્ધ અને સરસ જીવન જીવે છે કે તમારાં દુઃખોનો સહેજ ઓછાયો પણ પડે તેવું ઈચ્છતા નથી. એમને તમારાં દુઃખો સાંભળવામાં કોઈ રસ નથી. એઅલે કે કે આપણી જાતક વાતોનો ગમે એટલો શોર મચવીએ તો તે બહેરા કાન પર પડ્યા સમાન છે.

અને છતાં આપણે શોર મચવતાં ફરીએ છીએ કારણ કે આપણું અંદરનું પોત સમૃધ્ધ નથી, સાવ પોલું અને ખોખલું છે. આત્મચિંતનની સમૃધ્ધિમાં આપણે કંગાળ બનતા જઈએ છીએ. પરિણામે આપણી વૈચારિક શક્તિ મંદ છે. આપણી શિક્ષણ પધ્ધતિના પાયામાં કે સમાજની કોઈ પણ વ્યવસ્થાના પાયામાં જુઓ, આપણે માત્ર ભૌતિક સુખસમૃધ્ધિનેખાસ કરીને ધનસંપત્તિને વધારે પડતી અગ્રસ્થાને રાખી છે. અધ્યાત્મજ્ઞાન આપવાનો દાવો કરનારી સંસ્થાઓમં પણ ભોગપ્રધાન પ્રવૃત્તિઓ તરફ ધ્યાન કેન્દ્રિત થયેલું જોવામાં આવે છે. પરિણામે ભક્તિમાં પણ દંભ અને વેવાલાઈ જોવા મળે છે. આને કારણે નાનાં અમથાં દુઃખો આવી પડે તો તેની સામે ટકી રહેવાનું સામર્થ્ય આપણે ગુમાવી દઈએ છીએ.

કાવ્યપંક્તિઓ લખીને અંગુલિનિર્દેશ કર્યા પછી કવિકર્મ પૂરું થાય છે. પણ સમસ્યાના ઉકેલ માટેની મથામણ તો આપણે કરવાની હોય છે. શ્રીકૃષ્ણે શ્રીમદ ભગવદગીતામાઃ

સુખેદુઃખે સમે કૃત્વા લાભાલભો જયા જયૌશ્ર્લોક દ્વારા સ્થિતપ્રજ્ઞાની અવસ્થા સમજાવી છે. અવસ્થા કેળવવી મુશ્કેલ છે ખરી, પણ અશક્ય નથી. આંતરચેતનાને સતત જાગ્રત રાખવાનો કીમિયો છે.

ભગવદગીતાની એક પંક્તિ જો જીવનમંત્ર બની જાય તો આપણા માંહ્યલાનો ભંડાર ભર્યોભર્યો થઈ જાય. આપણાં દુઃખોના અંધારી રાતના બિહામણા પડછાયા ઓસરી જશે અને ત્યાર પછીની ગુલાબી સવાર પ્રગટ્તાં જીવનમાં ગુલમોર ખીલી ઊઠશે.

ચોપાસ ઉષાના અજવાળાં નિહાળવા પ્રેરે એવું ગીત છે. એટલે રાજેન્દ્ર શાહનું કાવ્ય મને ગમે છે.

કિશોર દેસાઈ (એપ્રિલ ૨૦૧૦)

4 thoughts on “સંપાદકીય-૩ (કિશોર દેસાઈ)

  1. પરિસ્થિતિને કઈ રીતે જુઓ અને અનુભવો છો તે જ મોટે ભાગે નક્કી કરે છે કે તમે દુખી છો કે સુખી.
    જે જીવનના અદ્ભૂત આશ્ચયોને અનુભવી શકે, તે સુખી.
    સરયૂ પરીખ

    Liked by 1 person

  2. દુખ કોને નથી મળતું ? હંમેશાં સુખી કોણ રહે છે ? આ એક કડવું સત્ય છે.
    ભક્ત નરસિંહ મહેતા એ ગાયું છે,
    “સુખ-દુખ મનમાં ન આણીએ ઘટ સાથે રે ઘડિયા
    ટાળ્યા તે કોઈના નવ ટળે રે રઘુનાથ ના જડિયા”
    એવા અનેક ભક્તોએ અનુભવ્યું–
    “दुखमे सुमिरन सब करें, सुखमे करें न कोई
    जो सुख में सुमिरन करें तो दुख काहे को होई “
    માતાકુન્તીએ શ્રી કૃષ્ણ પાસે દુખ માગ્યું હતું. તેમણે કહ્યું હે કૃષ્ણ તમે જો મને કંઈ આપવા જ માગતા હોય તો મને દુખ આપો જેથી હું તમને નિરંતર યાદ કરું
    ‘समःशत्रौ च मित्रे च तथा मानापमानयोः ‘આપે સરળ સમજાવ્યું. ભગવદગીતાની આ એક જ પંક્તિ જો જીવનમંત્ર બની જાય તો આપણા માંહ્યલાનો ભંડાર ભર્યોભર્યો થઈ જાય. આપણાં દુઃખોના અંધારી રાતના બિહામણા પડછાયા ઓસરી જશે.

    Liked by 1 person

  3. આજની અનોખી વાત અમને ગમી ગઈ! આ વાંચતાં વાંચતા આ હાઈકુ પણ લખાઈ ગયું!
    મંદિરે જાય,
    શ્રધ્ધાને જગાડવા
    બુધ્ધીને સાથે!

    Like

પ્રતિભાવ