અખિલ બ્રહ્માન્ડમાં – ૫ (પી. કે. દાવડા)


૫.બ્રહ્માંડની શરૂઆત  (Big Bang)

આપણે પ્રથમ લેખમાં વેદ અને ઉપનિષદના હિસાબે બ્રહ્માંડ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું એ જોઈ ગયા. હવે વૈજ્ઞાનિકો આ વિષયમાં શું કહે છે એના ઉપર દૃષ્ટી નાખીએ. છેલ્લા ૩૦૦ વર્ષો દરમ્યાન વૈજ્ઞાનિકોએ બ્રહ્માન્ડની ઉત્પતિ માટે અલગ અલગ મત વ્યક્ત કર્યા છે. વૈજ્ઞાનિકો માને છે કે બ્રહ્માંડ એટલે અવકાશ, સમય, અવકાશમાં રહેલા પદાર્થો, અવકાશમાં રહેલી શક્તિઓ અને સમજાયલા અને ન સમજાયલા વૈજ્ઞાનિક નિયમો જે પદાર્થ અને શક્તિ ઉપર અસર કરે છે,(Law of conservation, classical mechanics and relativity.)

વૈજ્ઞાનિકોના મનમાં જે મુખ્ય પ્રશ્નો ઊઠ્યા તે આ હતા. (૧) બ્રહ્માંડ સિમીત છે કે અસિમીત? (૨) બ્રહ્માંડ હંમેશા અસ્તિત્વમાં હતું કે એની કોઈ શરૂઆત હતી? (૩) બ્રહ્માંડ કોઈએ સર્જ્યું? (૪) જો કોઈએ બ્રહ્માંદ સર્જ્યું ન હતું તો એનું અસ્તિત્વ કેમ છે? (૫) જો બ્રહ્માંડ કોઈએ સર્જ્યું હતું તો કોણે સર્જ્યું? કઈ રીતે સર્જ્યું? (૬) બ્રહ્માંડ નિયમ અનુસાર ચાલે છે તો એને કોણ ચલાવે છે?

વૈજ્ઞાનિકોમાં મુખ્યત્વે બે પ્રકારની વ્યક્તિઓ છે, જે ઈશ્વરના અસ્તિત્વને માને છે તે અને જે ઇશ્વરના અસ્તિત્વને નકારે છે તે.

બ્રહ્માંડની શરૂઆત બાબતમાં વૈજ્ઞાનિકોએ અનેક થીયરી રજૂ કરી છે. એ બધા મતોમાંથી સૌથી વધારે માન્ય રખાયલો મત Big Bang થીયરી છે. આ માન્યતા અનુસાર પહેલા કંઈપણ ન હતું, અવકાશ પણ ન હતું અને સમય પણ ન હતો. હતી તો હતી માત્ર એક અસીમિત ઘનિષ્ટતાવાળી, અકલ્પનિય ગુરૂત્વાકર્ષણવાળી કોઈ અજાણ શક્તિ. એનું કદ એટલું નાનું હતું કે વૈજ્ઞાનિકો એને માટે Gravitational Singularity શબ્દો વાપરે છે. આસરે ૧૪ કરોડ વર્ષ પહેલા એમાં એક ભયાનક વિસ્ફોટ (Big Bang) થયો, એ શક્તિનો ઝડપથી વિસ્તાર થવા લાગ્યો, જે વિસ્તાર થવાની પ્રક્રીયા હજી પણ ચાલ્યા જ કરે છે. આ વિસ્તાર એ જ બ્રહ્માન્ડ.

એ અપાર શક્તિ એક અકલ્પનિય વિસ્તાર સુધી ફેલાઈ ગઈ, એમાંથી કેટલીક ઉર્જાએ પદાર્થનું સ્વરૂપ ધારણ કરી લીધું, તો કેટલીક શક્તિ હજી ઉર્જા સ્વરૂપે જ વિદ્યમાન છે, માત્ર એક સદી પહેલા જ અલબર્ટ આઈનસ્ટાઈને કહ્યું કે બ્રહ્માંડના પદાર્થ અને શક્તિ એ બન્ને એક જ છે. પદાર્થ અને શક્તિ બન્ને એકબીજામાં રૂપાંતરિત થઈ શકે છે. આ થીયરી અને શંકારાચાર્યનો અદ્વૈતવાદ કેટલું સામ્ય ધરાવે છે?

હવે સવાલ એ થાય છે કે એ મૂળ શક્તિપૂંજ કેવી રીતે બન્યો કે એને કોણે બનાવ્યો? બસ આનો જવાબ વિજ્ઞાન પાસે નથી, જે આપણા શાસ્ત્રો પાસે છે. શાસ્ત્રો કહે છે કે એ જ તો બ્રહ્મ છે. એ સ્વયંભૂ છે. એ હતું, છે અને સદાકાળ રહેશે.

વૈજ્ઞાનિકોએ એમ પણ કહ્યું છે કે એ Original શક્તિપૂંજને ભોતિકવિજ્ઞાનના કોઈપણ નિયમો લાગુ પડતા ન હતા. તો પછી એની શક્તિ અને એનો વિસ્તાર કયા નિયમો અનુસાર થયો? અહીં પણ શાસ્ત્રોએ ખુલાસો કર્યો જ છે કે બ્રહ્મ પોતે જ પરમ અને એક માત્ર સત્ય છે. એને સંપૂર્ણ રીતે કોઈપણ સમજી શક્યું નથી.

આ વિષય ઉપર એક અલગ વાત વૈજ્ઞાનિકો ફ્રેડ હોયલી અને હરમાન બાંડીએ સાથેમળીને કરી છે. એમણે કહ્યું કે બ્રહ્માંડના આદી કે અંત નથી. એ હતું, છે અને રહેશે. એમાં બહુ પરિવર્તન થતું નથી. એમાં Forces ને સમતુલિત કરવા મામુલી ફેરફારો થયા કરે છે. એમણે Big Bang નો સિધ્ધાંતને નકાર્યો છે. એમની વાત Stedy State Theory તરીકે જાણીતી છે. હોયલે માનતા કે બ્રહ્માંડના સર્જન પાછળ કોઈક તો સર્જનહાર હોવો જોઈએ.

૧૯૨૦ માં બેલ્જીયમના એક વૈજ્ઞાનિકે પહેલી વાર Big Bang Theory ની વાત કરી હતી. થોડા વરસ પછી હબ્બલ નામના વૈજ્ઞાનિકે જોયું કે આકાશગંગાઓ એક બીજાથી દૂર જઈ રહી છે તેથી બિગ બેંગ થીયરીને બળ મળ્યું. ૧૯૬૦ માં માઇક્રોવેવ રેડિયેશન દ્વારા વધારે સબૂત મળ્યા. ૧૯૯૨ માં નાશાના ઉપગ્રહ દ્વારા મળેલી માહિતીથી તો આ થીયરી લગભગ સર્વમાન્ય થઈ ગઈ. આ થીયરીને લોકભોગ્ય બનાવવામાં સ્ટીફન હોકીંગ્સના પુસ્તક A Brief History of Time નો ખૂબ મોટો ફાળો છે. આ થીયરીમાં સ્ટીફન હોકીંગનો ઘણો મોટો ફાળો છે.

બીગ બેંગ થીયરી સાચી હોય તો સવાલ છે કે જ્યારે કંઈપણ ન હતું, પદાર્થ નહીં, શક્તિ નહીં, અવકાશ નહીં, પ્રકાશ નહીં, સમય નહીં તો પછી તો સર્જન પછી એને નિયમિત કરવાના નિયમ ક્યાં છૂપાયલા હતા? આનો માત્ર એક જ જવાબ છે ઈશ્વર જાણે! હોકીંગ્સે એક સમયે કહ્યું હતું કે બ્રહ્માંડની શરૂઆતની વાતમાંથી ઇશ્વરને બાકાત રાખવો શક્ય નથી.

બ્રહ્માંડ અમુક સમયે અમુક રીતે અસ્તિત્વમાં આવ્યું એ વાતનો અનેક જાણીતા વૈજ્ઞાનિકોએ વિરોધ કર્યો છે.

બસ એટલે જ મારી આ લેખમાળામાં વિજ્ઞાનની અત્યાધુનિક વાતો સાથે સાથે જયાં વિજ્ઞાનની સીમા આવી જાય છે, ત્યાં શાસ્ત્રોએ શું કહ્યું છે એનો ઉલ્લેખ આવતો રહેશે.

4 thoughts on “અખિલ બ્રહ્માન્ડમાં – ૫ (પી. કે. દાવડા)

  1. મા દાવડાજીનો અભ્યાસપૂર્ણ લેખ માણવાની મઝા આવી.બ્રહ્માંડનો જન્મ કઈ રીતે થયો એ અંગે વિજ્ઞાાનીઓમાં મતમતાંર છે.પરમાણુથી પણ શુક્ષ્મ ચીજોનો અભ્યાસ કરતી ક્વૉન્ટમ થિયરી અને બ્રહ્માંડની સમજ વિસ્તારતો સાપેક્ષવાદ એ બન્ને વર્તમાન વિજ્ઞાાનના મહત્ત્વના પાયા છે. હૉકિંગે પહેલી વાર બન્ને વચ્ચે કનેક્શન શોધી કાઢી સંયુક્ત સંશોધનો રજૂ કર્યા હતા. એ સિદ્ધાંત હવે થિયરી ઓફ એવરિથિંગ એટલે કે જેમાંથી બ્રહ્માંડની દરેક ચીજની ઉત્પત્તિની સમજ મળે એવી થિયરી તરીકે ઓળખાય છે. એ વખતના જાણીતા ભૌતિકશાસ્ત્રી ફ્રેડ હોયલ અને તેમના ભારતીય વિદ્યાર્થી જયંત નાર્લિકરના સંશોધનોને પણ તેમણે પડકાર આપ્યો હતો .હૉકિંગની થિયરી એવી છે કે બ્લેક હૉલ સંપૂર્ણપણે બ્લેક નથી, તેમાંથી પણ રેડિયોએક્ટિવ કિરણો નીકળે છે.

    Like

  2. સરસ. વિજ્ઞાન અને તત્વજ્ઞાન એક જ સિક્કાની બે બાજુ છે. બંનેની પદ્ધતિ જુદી છે. એક અંતર્મુખ છે અને બીજું બહિર્મુખ. આપણા ઐતરેય ઉપનિષદમાં મંત્ર છે -સંજ્ઞાનમ્-આજ્ઞાનમ્-વિજ્ઞાનમ્-પ્રજ્ઞાનમ્- આ રીતની સોળ વૃત્તિઓ અંત:કરણની છે. જિજ્ઞાસુ માણસે આ બાબતે પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી ના પ્રવચનો નારાયણોપનિષદ પર વાંચવા જોઇએ.

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s