Category Archives: અનુવાદ

ઘરનો મોભી – અનુવાદઃ અશોક વિદ્વાંસ

ઘરનો મોભી  

શુક્રવારની સાંજ હતી.  ઑફિસમાંથી નીકળી અમે બધા સીધા બારમાં ગયા.  ’સેલીબ્રેશન’ માટેનું કારણ તો નજીવું જ હતું.  પણ શુક્રવારે બારમાં જવા માટે કારણ હોવું જરૂરી નથી.  અમેરિકાના કોઇપણ શહેરમાં શુક્રવાર સાંજે બાર કે રેસ્ટોરાંમાં તરત જગ્યા મળવી અશક્ય જ.  એમાંય અત્યારે ’હૅપી અવર’ ની શરૂઆત હતી.  ટેબલ મળે ત્યાં સુધી અમે બધા બહાર જ ઊભા હતા.  અચાનક પાછળ કોઈના ખડખડાટ હસવાનો અવાજ આવ્યો અને મેં પાછળ જોયું.  ઘડીભર થયું, ’મિશેલ અહિંયા ક્યાંથી?’  પણ એ મિશેલ નહોતી.  હસનાર વ્યક્તિ પણ એક આફ્રિકન-અમેરિકન સ્ત્રી જ હતી એટલું બાદ કરીએ તો એનામાં અને મિશેલમાં બીજું કશું સામ્ય ન હતું.  Continue reading ઘરનો મોભી – અનુવાદઃ અશોક વિદ્વાંસ

અનુવાદ -૧૩ (અશોક વૈષ્ણવ) – અંતીમ

(વેબ ગુર્જરી જેવા જાણીતા બ્લોગના સંપાદન કાર્યમાં વ્યસ્ત હોવા છતાં, આંગણાં માટે સમય ફાળવી, ૧૩ હપ્તા સુધી સુંદર ભાષાંતરો આપવા બદલ શ્રી અશોકભાઈનો હ્રદય પૂર્વક આભાર માનું છું – સંપાદક)

૧૩ આલ્બર્ટ આઇનસ્ટાઇનના ૧૦ અદભૂત બોધપાઠ.

૧. તમારી જિજ્ઞાસાને અનુસરો

મારામાં ખાસ કોઇ ખૂબી નથી. હું માત્ર ઉત્કટ જિજ્ઞાસુ છું.”

તમારી જિજ્ઞાસા શેનાથી સળવળી ઉઠે છે? મને એ જાણવામાં રસ છે કે કોઇ એક વ્યક્તિ સફળ થાય છે તો બીજી નિષ્ફળ કેમ જાય છે; એટલા સારૂ મેં સફળતાનો વર્ષો સુધી અભ્યાસ કર્યો છે. તમને કઇ વાત જાણવાની ઉત્સુકતા વધારે છે? તમારી સફળતાનું રહસ્ય તમારી જિજ્ઞાસાની લગન  છે. Continue reading અનુવાદ -૧૩ (અશોક વૈષ્ણવ) – અંતીમ

અનુવાદ – ૧૨ (અશોક વૈષ્ણવ)

૧૨. એમએકે પટૌડી મેમોરિયલ વ્યાખ્યાનમાળા  (ભાગ ૨ જો)

ટાઇગર બહુ મસ્તીખોર પણ હતા. મને લાગે છે મારા ઘણા ભૂતપૂર્વ સાથી ખેલાડીઓ સહમત થશે કે તેઓ પણ તેમની મસ્તીઓના શિકાર બન્યા છે. તે પ્રચાર માધ્યમો સાથે હંમેશાં મજાકમસ્તી કરતા રહેતા હતા. મહોરાં પહેરીને ટીમના મિત્રોનાં બારણા ખખડાવીને તેમના હોશકોશ ઊડાડી દેવામાં તે બહુ પાવરધા હતા. આવી મસ્તીખોરી રાજવંશી યુવાનમાં હોય તેવું ક્યાંથી માન્યામાં આવે! તેઓ ઓછાબોલા તો જરૂર હતા, પણ જીવનની નાની નાની મજાકમસ્તીમાં તો દિલદાર હતા. Continue reading અનુવાદ – ૧૨ (અશોક વૈષ્ણવ)

અનુવાદ – ૧૧ (અશોક વૈષ્ણવ)

૧૧. એમએકે પટૌડી મેમોરિયલ વ્યાખ્યાનમાળા  (ભાગ ૧ લો)

 મુશ્કેલી એ છે કે, નવાબ ઑફ પટૌડી,જુ., ગુજરી ગયા ત્યાં સુધી તેમને કઇ રીતે સંબોધન કરવું એ જ મને ખબર નથી પડી. હું તેમના હાથ નીચે સહુથી પહેલી વાર મોઇન-ઉદ-દૌલા સુવર્ણ કપમાં વઝીર સુલ્તાન કૉલ્ટ્સ એકાદશ તરફથી રમ્યો હતો. શાળા અને આંતર-વિશ્વવિદ્યાલયના સ્તરે સારૂં રમતા ખેલાડી વઝીર સુલ્તાન ટીમમાં તરફથી રમતા. એકાદ પ્રથમ કક્ષાના ખેલાડી પણ ટીમમાં હોય. પણ મોટા ભાગે ટીમમાં ભારતની પ્રથમ કક્ષાનાં ક્રિકેટમાં પોતાનું સ્થાન જમાવવા માગતા હોય તેવા યુવા ખેલાડીઓ આ ટીમમાં રહેતા. મારા જેવા કેટલાક તો હજૂ પ્રથમ કક્ષાનું ક્રિકેટ રમ્યા પણ નહોતા. એટલે અમે બધા જ ભારતની ટેસ્ટ ટીમના કપ્તાન હેઠળ રમવા માટે ખુબ જ ઉસ્તાહીત હતા. Continue reading અનુવાદ – ૧૧ (અશોક વૈષ્ણવ)

અનુવાદ – ૧૦ (અશોક વૈષ્ણવ)

૧૦. વિજ્ઞાન અને ટેક્નોલોજીની પ્રશંસામાં…(ભાગ ૨ જો)

(નોંધઃ પશ્વાતવર્તી આકલન ઉદ્વેગ અને ચિંતાજનક જણાય છે. ટેક્નોલોજી છે જ એવી બેધારી તલવાર ! હવે પછીના પ્રકાશીત થનાર બીજા ભાગમાં, આગળ પર નજર કરીને, આપણે શું શું કરી શકીશું કે કે કરવું જોઇએ તેની વાત કરીશું.)

 (નોંધઃ આ લેખના પહેલા ભાગમાં આપણે ટેક્નોલોજીની અસરો અને સંભાવનાઓને પાછળ તરફ દૃષ્ટિ કરીને જોઇ ગયાં. હવે આગળની તરફ નજર કરીએ……) Continue reading અનુવાદ – ૧૦ (અશોક વૈષ્ણવ)

અનુવાદ -૯ (અશોક વૈષ્ણવ)

 ૯. વિજ્ઞાન અને ટેક્નોલોજીની પ્રશંસામાં…(ભાગ ૧ લો)

કાર્લ ઍડવર્ડ સેગન (નવેમ્બર ૯, ૧૯૩૪ – ડિસેમ્બર ૨૦, ૧૯૯૬) અમેરિકાના પ્રખ્યાત , લોકપ્રિય વિજ્ઞાન લેખક હતા. એમણે ખગોળશાસ્ત્ર અને પ્રાકૃતિક વિજ્ઞાનોના જ્ઞાનનો ઘણો ફેલાવો કર્યો. ગ્રહની સપાટીનું ઉષ્ણતામાન નક્કી કરવામાં એમના વિચારોની ભૂમિકા બહુ મહત્ત્વની રહી. પરંતુ, સેગન વધારે તો, એમણે પૃથ્વીની બહાર જીવન વિશેનાં સંશોધનોમાં આપેલા ફાળાને કારણે જાણીતા થયા. એમણે વિકિરણ દ્વારા મૂળભૂત રસાયણોમાંથી ઍમાઇનો ઍસિડ્ઝ બનાવી દેખાડ્યા તે એમની ખ્યાતિનું બીજું મહત્ત્વનું કારણ છે. અંતરિક્ષમાં મોકલાયેલા પહેલા સંદેશા Pioneer plaque અને Voyager Golden Record, પણ એમણે જ તૈયાર કર્યા. આ સંદેશા એવા છે કે બ્રહ્માંડમાં બીજે ક્યાંય વિકસિત જીવન હોય અને એમને મળે તો એ ‘લોકો’ સમજી શકે. Continue reading અનુવાદ -૯ (અશોક વૈષ્ણવ)

અનુવાદ -૮ (અશોક વૈષ્ણવ)

શીતાગારમાંથી પાછો ફરેલો ગુપ્તચર – એકી બેઠકે વાંચવી પડે, અનેક વાર વાંચવાનું મન થાય તેવી, જાસુસી નવલકથા

બીજાં વિશ્વયુધ્ધ પછી તે યુધ્ધમા આગળ પડતો ભાગ લીધેલા ખેલાડીઓ સામ્યવાદી અને બીનસામ્યવાદી એમ બે મુખ્ય છાવણીઓનાં શીત યુધ્ધમાં વહેંચાઇ ગયા હતા.આર્થિક દ્રષ્ટિએ બન્ને વિચારધારાઓનો વિરોધાભાસ રાજદ્વારી દ્રષ્ટિએ એકબીજામાટે શંકા અને શકના મસાલાને કારણે એટલો બધો ગૂઢ બની ગયો હતો કે નવલકથાકારોને તો તેમાંથી રોચક કથાવસ્તુનો ખજાનો લાધી ગયો હતો. યુરૉપની અન્ય ભાષાઓનો આપણને ખાસ પરિચય નથી એટલે તે અંગે તો કહી શકીએ, પરંતુ અંગ્રેજી ભાષામાં તો શીતયુધ્ધના સમયની જાસુસી નવલકથાઓ  એ એક મહત્વનો અને અતિ લોક્પ્રિય સાહિત્ય પ્રકાર બની રહ્યો. Continue reading અનુવાદ -૮ (અશોક વૈષ્ણવ)

અનુવાદ -૭ (અશોક વૈષ્ણવ)

 

નવી ભાત પાડતું વિચારીએ – જેન પર્ડ્યુ

“જ્યારે સૅલી અને ગ્રૅગ એક જ મિટીંગમાં સાથે થઇ જાય છે ત્યારે, મજા પડી જાય છે. સૅલી કંઇને કંઇ ભુલ બતાવ્યા કરશે અને ગ્રેગ શું બરાબર છે તે બતાવ્યે રાખશે. બન્નેને ભેગાં કરીએ એટલે પ્યાલો અડધો-ખાલી, પ્યાલો અડધો-ભરેલોનું ઉત્કૃષ્ટ સંયોજન જોવા મળી જાય.” Continue reading અનુવાદ -૭ (અશોક વૈષ્ણવ)

અનુવાદ -૬ (અશોક વૈષ્ણવ)

વૈશ્વિકીકરણનાં વળતાં પાણીનો રવ સંભળાય છે?

‘મેક ઈન ઈન્ડિયા’, ‘બાય અમેરિકન’, ‘બ્રેક્ષિટ’ જેવાં ચલણી શબ્દસમૂહો એ માત્ર એકલદોકલ ઘટના છે કે પછી છે વિશ્વને એક ખૂણેથી બીજા ખૂણે સુધી વીસ્તરતો જતો એક ભાવિ પ્રવાહ? વૈશ્વિકીકરણની જોરદાર તરફેણ કરનરાંઓનો એક વર્ગ આને હજૂ હવામાં ઉડતાં તણખલાં ગણવાનું પસંદ કરે છે. કોઈક હવે ‘નવ્યવૈશ્વિકીકરણ’ની કેડી કંડારાતી જૂએ છે તો કોઈક ‘અતિવૈશ્વિકીકરણ’નું નામ આપે છે. Continue reading અનુવાદ -૬ (અશોક વૈષ્ણવ)

અનુવાદ -૫ (અશોક વૈષ્ણવ)

સાચી રીતે નિષ્ફળ જવાની કળારાજેશ સેટ્ટી

માઇકલ જૉર્ડને એક વાર કહ્યું હતું: “હું મારી કારકીર્દીમાં ૯૦૦૦થી વધારે શૉટ્સ ચૂકી ગયો છું, ૩૦૦થી વધુ મૅચ હારી ચૂક્યો છું, છવીસ વાર મારા પર ભરોસો કરીને મૅચની જીતનો શૉટ લેવામાટે મને પસંદ કરાયો અને હું ચૂકી ગયો છું.મને જીંદગીમાં અનેક નિષ્ફળતાઓ મળી છે, અને એટલે જ હું સફળ છું!” Continue reading અનુવાદ -૫ (અશોક વૈષ્ણવ)