Category Archives: નટવર ગાંધી

“આ અમેરિકાનું શું થવા બેઠું છે?”- નટવર ગાંધી

આ અમેરિકાનું શું થવા બેઠું છે?

-નટવર ગાંધી (વૉશિંગ્ટન ડીસી)

છેલ્લા કેટલાક મહિનાથી અહીં છાપાં ઉઘાડો કે ટીવી ઉપર ન્યૂઝ જુઓ તો ખરાબ, ખરાબ અને ખરાબ જ સમાચાર દેખાય છે.  એમ થાય કે આ અમેરિકાનું શું થવા બેઠું છે? કોરોના વાઈરસની કસોટીમાં અમેરિકા સાવ નિષ્ફ્ળ નીવડ્યું એ વાત હવે જગજાહેર છે. અરે, આ દેશના પ્રમુખ ખુદ ડોનાલ્ડ ટ્રમ્પ પોતે જ એમાં સપડાયા!  જે કોરોના વાઈરસને દુનિયાના કેટલાક ગરીબ દેશો કાબૂમાં  લાવી શક્યા તે અતિસમૃદ્ધ અમેરિકા નથી કરી શક્યું. દુનિયાની માત્ર ચારેક ટકા વસતિ અમેરિકામાં હોવા છતાં વાઈરસને લીધે થયેલા મોતમાં એનો  હિસ્સો જબરો વીસેક ટકા જેટલો છે.  અત્યાર સુધીમાં બે લાખથી પણ વધુ અમરિકનો વાઈરસમાં મર્યા છે, અને હજી પણ દરરોજ લગભગ સાતસો આઠસોના  હિસાબે મરતા જાય છે.  હવે અહીં શિયાળો બેસી રહ્યો છે.  હેલ્થકેરના નિષ્ણાતો કહે છે કે શિયાળામાં વાયરસ વધુ વિફરે અને વધારે ને વધારે માણસો મરે.  

Continue reading “આ અમેરિકાનું શું થવા બેઠું છે?”- નટવર ગાંધી

“હવે ઝાઝા છે ના દિવસ—૮૦  મા જન્મદિને” – નટવર ગાંધી

(“દાવડાનું આંગણું”ની સમસ્ત ટીમ અને વાચકો વતી ભાઈશ્રી નટવર ગાંધીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા.  આપનારા વર્ષો આરોગ્યમય, શાંતિપૂર્ણ અને ઉલ્લસથી ભરપૂર હો એવી જ પ્રભુ પાસે પ્રાર્થના.  શતમ્ જીવમ્ શરદઃ )

“હવે ઝાઝા છે ના દિવસ—૮૦  મા જન્મદિને”

મને હવે એંશી થયાં.  આ એંશીમાં વરસે પહેલો વિચાર તો એ આવે છે કે હું લાંબુ જીવ્યો છું!  છાપાંઓમાં રોજ આવતી  મરણનોંધનાં પાનાંઓ ઉથલાવતા જોઉં છું તો મોટા ભાગના લોકો 70-75ની આસપાસ ચાલ્યા જાય છે.  કેન્સર જેવી જીવલેણ વ્યાધિમાં સપડાયેલા લોકો તો વહેલી ઉંમરે જાય.  હવે દેશમાં જાઉં છું અને જોઉં છું તો મારી ઉંમરના કૈંક મિત્રો ક્યારના યે ચાલી ગયા છે. જે બાકી રહ્યા છે તે જાણે કે બધું પરવારીને મોતની રાહ જોતા બેઠા હોય એમ લાગે.  હવે મધરાતે દેશમાંથી કોઈ ટેલિફોન આવે તો  ઉપાડતા બીક લાગે છે:  કોણ ગયું હશે?  કેટલા બધા સગાં, મિત્રો, ઓળખીતા ચાલી ગયા છે! Continue reading “હવે ઝાઝા છે ના દિવસ—૮૦  મા જન્મદિને” – નટવર ગાંધી

કોરોના ક્રૂર આ કારમો  – કવિતા – નટવર ગાંધી 

કોરોના ક્રૂર કારમો 

નટવર ગાંધી 

છેલ્લા કેટલાક મહિનાઓથી ટીવી, રેડિયો, અને છાપાંઓમાં દિવસ ને રાત કોરોના વાયરસ સિવાય બીજું કાંઈ દેખાતું કે સંભળાતું જ નથી. પણ ઇતિહાસમાં આવી વિનાશક ઘટનાઓ બનતી જ રહી છે. છેલ્લા સોએક વર્ષોમાં જ કૈંક ભૂખમરાઓ, ધરતીકંપ, જંગલોની આગ, પ્રલય સમા પૂર, અને ભયંકર વાવાઝોડાઓ થયા છે. જો કે આ બઘી હોનારતોમાં કોરોના વાયરસ કૈંક જુદો તરી આવે છે એનું એક કારણ એ છે કે એ વિશ્વવ્યાપી છે. તેમાંથી છટકવું મુશ્કેલ છે. એનાથી બચવા માટે ક્યાં જાવું? Continue reading કોરોના ક્રૂર આ કારમો  – કવિતા – નટવર ગાંધી 

અમેરિકામાં વસતા ભારતીયો (નટવર ગાંધી) -અંતીમ

                                               (૨૧)

લઘુમતિ તરીકેની આશંકા

અહીં ઊછરતી પેઢીના સામાજિક અને સાંસ્કૃતિક ભવિષ્ય માટે પણ ભારતીયોને ઉપાધિ રહ્યા કરે છે.  ઊછરતાં સંતાનો જીવનસાથી તરીકે કોને પસંદ કરશે? અને કેવી રીતે? એ જીવનસાથીની પસંદગીમાં માબાપ શો ભાગ ભજવી શકે?  જાતીય સંબંધો, પ્રણય, લગ્ન અને છૂટાછેડા વગેરે વિશેના અમેરિકન ખ્યાલો અને વર્તન ભારતીયોને ખાસ કરીને ભારતીય સ્ત્રીઓને, જેમને ઘરે ઉંમરલાયક છોકરી હોય છે, બહુ અકળાવે છે.  ઘણા લોકો ઉંમરલાયક સંતાનોને દેશમાં લઈ જઈ પરણાવવા પ્રયત્ન કરે છે.  બીજાં લોકો ઓછામાં ઓછી એટલી તો અપેક્ષા જરૂર કરે છે કે પોતાનાં સંતાનો કોઈ ભારતીયને જ પરણે. Continue reading અમેરિકામાં વસતા ભારતીયો (નટવર ગાંધી) -અંતીમ

અમેરિકામાં વસતા ભારતીયો (નટવર ગાંધી)

                                                       (૧૯)

 પંચરંગી અમેરિકા

બીજા વિશ્વયુદ્ધ પછી એક આંતરરાષ્ટ્રીય સત્તા તરીકે અમેરિકન પ્રજાના સામૂહિક માનસની સીમાઓ વધુ ને વધુ વિસ્તરતી રહી છે.  એક જમાનામાં અહીં મુખ્યત્વે યુરોપ ઉપર જ દૃષ્ટિ મંડાઈ રહેતી હતી, ત્યારે આજે એ દૃષ્ટિ બહોળી બની છે.  પશ્ચિમના દેશોમાં અમેરિકા અત્યારે સૌથી ખુલ્લો સમાજ ગણાય છે.  આજે પણ અનેકવિધ પ્રજાને સ્વીકારીને પોતાની કરવાની અમેરિકાની તૈયારી સર્વથા પ્રશંસનીય છે.  દુનિયાના બાકી બધા દેશો ભેગા મળીને જેટલી ઈમિગ્રન્ટ્સને આવવા દે છે, તેનાથી વધુ એકલું અમેરિકા એ નિરાશ્રીતોનું ઉદાર હ્રદયે સ્વાગત કરે છે.  અને તે ઉપરાંત અનેકગણા ગેરકાયદેસર જીવને જોખમે, યેન કેન પ્રકારેણ, મુખ્યત્વે મેક્સિકોમાંથી, અહીં દરરોજ હજારોની સંખ્યામાં આવ્યે જ જાય છે.  ઈમિગ્રન્ટ્સના બાવડાંના બળે બંધાયેલા આ દેશના બંધારણમાં નાગરિક હક અને લઘુમતિઓના સંરક્ષણનાં બીજ જે પહેલેથી જ નંખાયા તે આજે વિશાળ વડલો થઈને અમેરિકાની વિવિધ લઘુમતિઓને હૈયાધારણ આપે છે.  આ છે અમેરિકાની મહાનતા. Continue reading અમેરિકામાં વસતા ભારતીયો (નટવર ગાંધી)

અમેરિકામાં વસતા ભારતીયો (નટવર ગાંધી)

                                         (૧૭)

અમેરિકન મેલ્ટિંગ પોટ

સૌથી અગત્યનો પ્રશ્ન એ છે કે આ અમેરિકામાં વસતા ભારતીયોનું ભવિષ્ય છે?  પોતે ક્યાં સુધી ભારતીય જ રહેશે અને પોતાના તથા સંતાનોના અમેરિકીકરણમાં પોતે કેવો ભાગ ભજવશે?  અમેરિકીકરણ અનિવાર્ય હોવા છતાં દરેક ઈમિગ્રન્ટ પ્રજાની પહેલી પેઢીએ પોતાની વિશિષ્ટ સંસ્કૃતિ અને જીવનરીતિ જાળવી રાખવા પ્રયત્નો જરૂર કર્યા જ છે.  ગઈ સદીમાં આવેલા ઈમિગ્રન્ટ્સ લોકોએ પોતાની આગવી વસાહતો પણ સ્થાપવા પ્રયત્નો કરેલા. 1818ના ગાળામાં આઈરીશ ઈમિગ્રન્ટ્સ વધી ગયેલા ત્યારે તેમાંના નિરાશ્રિતો ઠેકાણે પડે એટલા માટે ન્યૂ યોર્ક અને ફિલાડેલ્ફિયાનાં હિતવર્ધક મંડળોએ આઈરીશ પ્રજાને પોતાની આગવી જગ્યા અપાવવા માટે અમેરિકન સરકારને અરજી કરેલ.  અમેરિકાના પશ્ચિમ પ્રદેશમાં વિશાળ જમીન સાવ ખાલી પડી હોવા છતાં સરકારે આ કામ માટે જમીન આપવાની ના પાડી.  અમેરિકન ઈમિગ્રશનના ઇતિહાસમાં આ એક અગત્યનો બનાવ હતો. Continue reading અમેરિકામાં વસતા ભારતીયો (નટવર ગાંધી)

અમેરિકામાં વસતા ભારતીયો (નટવર ગાંધી)

                                               (૧૫)

સામાજિક સંદર્ભનો અભાવ

હિન્દુ ધર્મ અને સંસ્કૃતીની એક વિશિષ્ટતા એ છે કે એનું અસ્તિત્વ હિન્દુ જીવન એન્ડ હિન્દુ સમાજ વગર અસંભવિત છે.  આ દૃષ્ટિએ હિન્દુ ધર્મ યહૂદી ધર્મ અને પારસી ધર્મ સાથે સામ્ય છે.  આપણા ધર્માચરણમાં સામાજિક સંદર્ભ અને અનુસંધાન અનિવાર્ય છે. નવરાત્રિ અને દશેરા, નાગપાંચમ, રાંધણછઠ અને શીતળા સાતમ, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી અને મહાશિવરાત્રિ–આ બધા તહેવારોનું ધાર્મિક મહત્ત્વ એના સામાજિક સંદર્ભથી અવિભાજ્ય છે.  તેવી જ રીતે આપણા વર્ણશ્રમો અને જ્ઞાતિપ્રથાનું ધાર્મિક અને સાંસ્કૃતિક સત્ત્વ એના સામાજિક સંદર્ભમાં જ છે.  આ બાબતમાં સરખામણીએ ખ્રિસ્તી ધર્મ, ઇસ્લામ અને બૌદ્ધ ધર્મને સામાજિક સંદર્ભની અનિવાર્યતા નથી.  આ કારણે આ ત્રણે ધર્મોનો વિશાળ પ્રચાર થઈ શક્યો છે.  જુદી જુદી સંસ્કૃતીઓમાં, વિભિન્ન ખંડોમાં અને વિવિધ સમાજવ્યવસ્થાઓમાં આ ત્રણે ધર્મો સહજ જ પાળી શકાય છે.  અત્યંત ઔદ્યોગિક અને આધુનિક પશ્ચિમના દેશો હોય કે સંસ્કૃતિસમૃદ્ધ અને સદીઓ જૂના એશિયાના દેશો હોય–આ વિભિન્ન સામાજિક, સાંસ્કૃતિક અને ભૌગોલિક વાતાવરણોમાં ખ્રિસ્તી ધર્મ મોટા પ્રમાણમાં જોવા મળે છે.  આવું જ ઇસ્લામનું.  અને આ જ રીતે બૌદ્ધ ધર્મનો ભારતની બહાર સાવ નિરાળા અને અજાણ્યા દેશોમાં ભવ્ય પ્રચાર થઈ શક્યો. Continue reading અમેરિકામાં વસતા ભારતીયો (નટવર ગાંધી)

અમેરિકામાં વસતા ભારતીયો (નટવર ગાંધી)

                                       (૧૩)

સંઘર્ષના ભણકારા

જો કે પરદેશવાસનો આ જે તરફડાટ છે તે પહેલી પેઢીના ઈમિગ્રન્ટ ભારતીયોનો  છે.  અહીં ઊછરતાં એમનાં સંતાનો તો અંશેઅંશ અમેરિકન જ છે.  આ બાળકો બ્લોટિંગ પેપરની જેમ એમની આજુબાજુન અમેરિકન વાતાવરણને આત્મસાત્ કરે છે.  એમની ભાષા અને ઉચ્ચારો, ભાવ અને પ્રતિભાવ, વાતો અને વિચારો, સંસ્કારો અને સંસ્કૃતી–એ બધું અમેરિકન છે. જ્યારથી એ બાળક ટીવી જોવાનું શરૂ કરે ત્યારથી જ એ ભારતીય મટીને અમેરિકન બનવાનું શરૂ કરે.  ટીવીથી શરૂ થયેલું એનું અમરિકનાઈઝેશન (અમેરિકીકરણ) પાડોશ અને સ્કૂલ આગળ વધે છે.  ખાસ કરીને તો અમેરિકન સ્કૂલમાં જ ભારતીય કિશોરને એની અમેરિકન હયાતી મળે છે.  એ કિશોરને પૂછશો તો એ ગર્વથી પોતાનું અમેરિકન અસ્તિત્વ જાહેર કરશે. Continue reading અમેરિકામાં વસતા ભારતીયો (નટવર ગાંધી)

અમેરિકામાં વસતા ભારતીયો (નટવર ગાંધી)

                                          (૧૧)

અનેક મંડળો

જ્યાં જ્યાં ભારતીયો વસ્યા છે ત્યાં ત્યાં ઓછામાં  ઓછું એક તો ભારતીય મંડળ હોય જ. મોટા શહેરોમાં તો ગુજરાતી, મરાઠી, બંગાળી, તેલુગુ એમ દરેકેદરેક ભાષીઓનાં મંડળો હોય.  તે ઉપરાંત એકેએક ધર્મની અને પંથની ભક્તમંડળીઓ હોય. ન્યૂ યોર્ક અને લોસ એન્જિલિસ જેવાં બહુ મોટાં શહેરોમાં જ્યાં ભારતીયોની વસતી પ્રમાણમાં વધુ ત્યાં તો જ્ઞાતિ અને પેટાજ્ઞાતિનાં પણ મંડળો જોવા મળે.  ન્યૂ યોર્ક, પિટ્સબર્ગ, હ્યુસ્ટન જેવાં શહેરોમાં દેશનાં જેવાં જ મંદિરો જોવા મળે.  આ સામાજિક મંડળો અને ધાર્મિક ભક્તસમાજોનાં આશ્રયે અનેક પ્રકારની ભારતીય સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ નિયમિત, અને ખાસ તો દર શનિ-રવિએ, થયા કરે.  તે ઉપરાંત દિવાળી, નવરાત્રિ, દુર્ગાપૂજા, ગણેશચતુર્થી, શિવરાત્રિ, જન્માષ્ટમી, પર્યુષણ વગેરે પ્રસંગોની અચૂક ઉજવણી થાય.  નવરાત્રિના ગરબા લેવાતા હોય ત્યારે અમેરિકામાં અમદાવાદ ઉતર્યું હોય એમ  લાગે! Continue reading અમેરિકામાં વસતા ભારતીયો (નટવર ગાંધી)

અમેરિકામાં વસતા ભારતીયો (નટવર ગાંધી)

                                              (૯)

કમાણીનો સદુપયોગ

વ્યવસાયી ભણતર અને કૌશલ્ય કારણે અહીં વસતા ભારતીયો અમરિકન તેજી મંદીના ચાકરવામાંથી સામાન્ય રીતે બચે છે, અને પોતાના નોકરીધંધા જાળવી રાખે છે. કોઈ જો વધતી જતી મંદીની ઓટમાં સપડાય અને નોકરીધંધો ગુમાવે તો હાડમારીના એ દિવસો કાઢવા જેટલી બચત એમની પાસે જરૂર હોય.  એમની આવક અને જીવનધોરણ જો સામાન્ય અમેરિકન કરતાં ઊંચા છે, તો એમની બચત પણ સામાન્ય અમેરિકન કરતાં વધુ હોય છે.  દેશના સંસ્કારો અને ઈમિગ્રન્ટ્સના સંયમને કારણે વધુ આવક કે બચત હોવા છતાં આ ભારતીયો છકી જતા નથી.  ઊલટાનું આ બચતનો ઘરનું ઘર કરવામાં કે ધંધામાં રોકાણ કરવામાં સદુપયોગ કરે છે.  આ રીતે આ ભારતીયોએ નાના નાના ધંધાઓમાં પગપેસારો કરેલો, જે આજે બરાબર જામીને મોટા લાખો ડોલરના વેચાણવાળી વિશાળ કંપનીઓ બની ચૂકી છે. Continue reading અમેરિકામાં વસતા ભારતીયો (નટવર ગાંધી)